Search
Close this search box.

હળવદ નજીક સાધુના વેશમાં ખેડૂતને લુંટી લેનાર બે શખ્સોને ઝડપી લેતી મોરબી પોલીસ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હળવદના જીવા ગામના વતની અરજણભાઈ રણછોડભાઈ નામના ખેડૂતને ગત તા.-3 ના રોજ ઢવાણા ગામના પાટિયા પાસે કારમાં આવેલા બે શખ્સે શિવ મંદિરનું સરનામું પૂછવાના બહાને રોકી તેમની પાસે રહેલા રૂ.- 1.22 લાખની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી. જે બાદ સ્થાનિક પોલીસ અને એલસીબીની અલગ-અલગ ટીમ આરોપીઓની શોધખોળ કરી હતી, આ દરમિયાન એલસીબી ટીમના ઈશ્વર કલોતરા અને ભરતભાઈ ઝીલરીયાને બાતમી મળી હતી કે, બનાવ સમયે ઘટના સ્થળે જોવા મળેલી ગ્રે કલરની કાર વાંકાનેરના ભોજપરાના વતની ધારુનાથ અને બહાર્દુરનાથની હોય જે બન્ને શખ્સ હાલ રાતાભેરથી માથક જવાના રસ્તે જઈ રહ્યા છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી GJ-36-AJ-6957 નંબરની કારમાથી બંને શખ્સને રૂ. 1.20 લાખ રોકડા સાથે ઝડપી લીધા હતા. તેમજ લુંટમાં વપરાયેલી કાર સહીત કુલ રૂ.5.20 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આરોપી બહાર્દુરનાથ સુરમનાથ અગાઉ વાંકાનેર સીટી અને વાંકાનેર તાલુકામાં છેતરપીંડી, ધાક ધમકી, જાહેર સુલેહભંગ અને ટ્રાફિક નિયમન ભંગ સહિતના ગુનામાં જ્યારે આરોપી ધારુનાથ ઝવેરનાથ ધોરાજી ખાતે ચોરીના ગુનામાં અને જામજોધપુરમાં છેતરપીડીના ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું.

Leave a Comment

और पढ़ें