Search
Close this search box.

મોરબી માં બ્લ્યુ બેલા સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર રફાળેશ્વર ચોકડી ભુદેવ પાનની બાજુમાં ગણેશ ચેમ્બર્સ બીજા માળે આવેલ બ્લ્યુ બેલા સ્પા વર્કરના બાયો ડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહી કરતા પોલીસે બ્લ્યુ બેલા સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી.આ બાબતને જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરેલ જાહેરનામા અંતર્ગત અલગ અલગ સ્પા પાર્લરમાં ચેકીંગની કામગીરીમાં હોય તે દરમ્યાન મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર રફાળેશ્વર ચોકડી ભુદેવ પાનની બાજુમાં ગણેશ ચેમ્બર્સ બીજા માળે દુકાન નંબર -૨૦૧ થી ૨૦૬ માં ચાલતા બ્લ્યુ બેલા સ્પા વર્કરના બાયો ડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહી કરાવી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર સ્પા સંચાલક રોહિતભાઇ તુસ્તોરામ રીયાંગ (ઉ.વ.૩૨), રહે. હાલ-ગણેશ ચેમ્બર્સ, બીજો માળ, દુકાન નં.૨૦૧ થી ૨૦૬ બ્લ્યુ બેલા સ્પા, રફાળેશ્વર, તા.જી.મોરબી, મુળ રહે. મિઝોરમવાળા વિરુદ્ધ તાલુકા પોલીસ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें