
હળવદ તાલુકાના કેદારીયા ગામે વાડીએથી દારૂનો જથ્થો ઝડપી લેવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.ગામની સીમમાં વાડીએ દારૂ બિયરનો જથ્થો રાખી રિટેલમાં વેચાણ કરતા હોવાની બાતમીને આધારે હળવદપોલીસે દરોડો પાડી રૂપિયા ૪૫,૨૮૦નો દારૂ અનેબિયરનો જથ્થો ઝડપી લઈ એક આરોપી ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવવામાં આવ્યો હતો તેમ સહિતની તપાસ હાથ ધરી છે.આ બાબતની હળવદ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં શ્રવણભાઈ જયંતીભાઈ ઝિંઝુવાડીયા પોતાની વાડીએ ખેતીની સાથે સાથે દારૂનું વેચાણ કરતા હોવાની બાતમી હળવદ પોલીસને મળી હતી.જે બાતમી ના આધારે આજે વહેલી સવારે પોલીસે વાડીએ દરોડો પાડતા દારુની ૧૯૨ બોટલ જુદી જુદી બ્રાન્ડની મળી આવી હતી સાથે ૪૬૪બિયરના ટીન પણ મળી આવ્યા હતા જેથી પોલીસ દ્વારા આરોપી શ્રવણ જયંતીભાઈ ઝિંઝુવાડીયાની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
