

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ શ્રી મહાકાળી આશ્રમ ખાતે આગામી તારીખ 7 જૂન ને શનિવારના રોજ સોડષી ભંડારો તથા ચાદર વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી મહાકાળી મંદિરના બ્રહ્મલીન ગુરુદેવ દયાનંદગીરી બાપુ ગત તારીખ 23 મે ને શુક્રવારના રોજ બ્રહ્મલીન થયા હતા. ત્યારે 7 જૂનના રોજ તેમનો સોડષી ભંડારો રાખવામાં આવ્યો છે. સાથે જ પૂજ્ય દયાનંદગીરી બાપુના ઉત્તરાધિકારી મહંત અમરગીરીજી બાપુની ચાદર વિધિ પણ કરવામાં આવશે.આ પ્રસંગે 7 જૂન ને શનિવારના રોજ સવારે 8 કલાકે સમાધી પૂજન કરવામાં આવશે. ત્યારબાદ 9 વાગ્યે ચાદર વિધિ કરવામાં આવશે. ત્યારબાદ 10 કલાકે સંતો આશીર્વચન પાઠવશે. બપોરે 12 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન ક૨વામાં આવ્યું છે. આ નિમિત્તે 6 જૂન ને શુક્રવારના રોજ રાત્રે 10 કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં અરવિંદ ભારથી, ભનુભાઈ આડેદરા અને મીલનભાઈ પટેલ ઉપસ્થિત રહી ભજનની રમઝટ બોલાવશે. જ્યારે 7 જૂન ને શનિવારના રોજ રાત્રે 10 કલાકે સંતવાણી કાર્યક્રમમાં ભગવતીબેન ગોસ્વામી અને નૈતિક વ્યાસ ભજનની રમઝટ આ કાર્યક્રમમાં સાધુ-સંતો, સિદ્ધ મહાત્માઓ, યોગીઓ, જોગીઓ અને સિદ્ધ ચોરાસી પધારશે. તો આ ધાર્મિક પ્રસંગ સૌને હાર્દિક આમંત્રણ છે.
