Search
Close this search box.

છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા ત્રીજા માળ પરથી પડી ગયેલ વ્યક્તિને બેડ, કુલર, એર ગાદલુ લઈ આપી સરાહનીય કામગીરી કરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

છોટાકાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા થોડા દિવસ પેહલા એક પરિવારનો માંથી જે પોતે કડીયા કામ કરે છે મજૂરી વર્ગ તે ત્રીજા માળ પરથી પડી ગયેલ હતા અને તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલ ની આફત આવી પડી હતી પરિવાર પાસે એક પણ રૂપિયા કે કઈ વ્યવસ્થા ન હતી ત્યારે તાત્કાલિક ધોરણે છોટાકાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા અનુદાન ભેગું કરવા માટે સોશિયલ મિડીયા માં મદદ અંગે મેસેજ મુકેલ હતો ત્યારે અનેક લોકો દ્વારા અનુદાન આ સેવા કાર્ય માં અર્પણ કરેલ હતું તે તમામ લોકો નો ખૂબ ખૂબ આભાર.વિશેષ વાત કરીએ તો ત્રીજા માળ પરથી પડી જવાથી ખાટલા અવસ્થા થઈ ગઈ છે ત્યારે તેના માટે હોસ્પિટલ ,બેડ, કૂલર, એર ગાદલું વગરે નવું લઈ આપવામાં આવ્યું અને તેનો મેડિકલ દવાઓ તમામ ખર્ચ આ બધું જ દાતા શ્રી એટલે કે આપ દ્વારા જે અનુદાન મળ્યું એનાથી એ પરિવાર ને મદદરૂપ થવાનો મોકો મળ્યો સાથે વધુ વાત કરીએ તો પ્રથમ જ્યારે આ અકસ્માત થયો ત્યારે તાત્કાલિક ધોરણે તેને દાખલ કર્યા સી.યુ શાહ હોસ્પિટલ ખાતે ત્યારે તેના ઓપરેશન માટે ભલામણ હોસ્પિટલમાં તપનભાઈ દ્વારા કરવામાં આવી હતી ત્યારે હોસ્પિટલ ના સાહેબ શ્રી ઋષભ શાહ જેમના દ્વારા ટોટલ 14 બોટલ બ્લડ એકત્રિત કરીને તાત્કાલિક ધોરણે દર્દી ને ચડાવી પડે એમ હતું ત્યારે તમામ વ્યવસ્થા ઋષભ શાહ હોસ્પિટલ ના સાહેબ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ઓપરેશન પણ થઈ ગયું ત્યારબાદ વાત રહી રૂપિયાની જ્યારે રૂપિયાની જરૂરિયાત પડી ત્યારે છોટાકાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા આ વાત જાણ થતા તાત્કાલિક ધોરણે દર્દી માટે રૂપિયાની મદદ માટેનો મેસેજ વાયરલ કરેલો હતો જેમાં ઘણા બધા લોકોએ પોતાની યથાશક્તિ મુજબ અનુદાન આપ્યું હતું ત્યારે જે લોકોએ અનુદાન આપ્યું તે તમામ લોકોનો ખુબ ખુબ આભાર તમારાથી આજે એ પરિવારનો એક મોભી ને જીવન મળ્યું છે ખૂબ ખૂબ આભાર આપ શ્રીના અનુદાન થકી આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું

Leave a Comment

और पढ़ें