Search
Close this search box.

મોરબીમાં બંદૂક બતાવીને રૂપિયા ૪૬ લાખની લૂંટ, આરોપીઓને ઝડપી લેવાયા, પોલીસે મોકડ્રીલ જાહેર કરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મોરબી જીલ્લામાં બનતા મિલ્કત તથા શરીર સબંધીત ગુનાઓ બનતા અટકાવવા પોલીસનો તાત્કાલિક રિસ્પોન્સ અને જરૂરી સમય સૂચકતા વાપરી પોલીસની સતર્કતા દાખવવા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબી પોલીસ કંટ્રોલરૂમમાં એક ભોગબનનારે ફોન કરીને જણાવ્યું કે, મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે એક ક્રેટા ગાડીમાં અજાણ્યા માણસોએ ભોગબનનારને પિસ્તોલ બતાવી તેની પાસેથી ૪૬,૦૦,૦૦૦/- રૂપિયા ભરેલા થેલાની લૂંટ કરી ક્રેટા ગાડી લઈ હળવદ તરફ નાસી ગયેલ હોવાનું જણાવેલ.જે ફોન આધારે મોરબી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી રેડ એલર્ટની સ્કીમ મુજબ તમામ પોલીસ અધિકારી /કર્મચારીઓને પોતાના પોઇન્ટ ઉપર પહોંચી જવા જણાવતા તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓ સમય મર્યાદામાં પોતાના પોઇન્ટ ઉપર પહોંચી જઇ લૂંટ કરીને નાસી જનાર કેટા કાર તથા આરોપીઓને પકડી પડવા આડશો ઉભી કરી નાકાબંધી કરી વાહન ચેકિંગ ચાલુ કરેલ.તે દરમિયાન લૂંટ કરી નાસી જનાર ગાડી મહેન્દ્રનગર તરફથી હળવદ તરફ ગયેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી નાઓ પોતાની ટીમ સાથે ક્રેટા ગાડીનો પીછો કરેલ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર હળવદના હોય એ કુતેહ પૂર્વક સમય સૂચકતા દાખવી રોડ ઉપર ટ્રાફિક જામ કરાવી વાહન ચેકિંગ હાથ ધરેલ. દરમ્યાન ઉપરોક્ત વર્ણન વાળી ગાડી આ ટ્રેપમાં આવી જતા આ ગાડીને રોકી ચેક કરી મુદામાલ કબજે કરી આરોપીઓને પકડવાની તજવીજ કરતા પોલીસ અધિક્ષક મોરબી દ્વારા મોરબી જિલ્લા પોલીસની સર્તકતા તપાસવા માટે રેડ એલર્ટની મોકડ્રીલ કરેલ હોવાનું જાણવા મળતા મોરબી પોલીસે હાસકારો અનુભવ્યો.

Leave a Comment

और पढ़ें