
હળવદ વેગડવાવ રોડ પરથી ચોરાવ મોટરસાયકલ સાથે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. આ બાબતની જાણવા મળતી વિગતો મુજબહળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ વેગડવાવ રોડ પર એક શંકાસ્પદ બજાજ કંપનીનું પ્લેટીના મોટર સાયકલ રજી નં.GJ-08- HR-5665 વાળા સાથે નીકળતા તેને ઉભો રખાવી મોટર સાયકલ ચાલકની પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ આપતો ન હોય જેથી પોકેટ કોપ મોબાઇલ મારફતે મોટર સાયકલના માલીક સર્ચ કરતા “વાસુદેવભાઈ કેશાભાઈ ઈંટોદરા રહે.ટીકર ગામ તા.હળવદ” વાળા લખાઇ આવતા મોટર સાયકલ ચાલકને વિશ્વાસમાં લઇ આગવી ઢબે પુછપરછ કરતા પોતે મોટર સાયકલ હળવદ દશામાના મંદીર પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા મોટર સાયકલ ગુનાના કામે કબ્જે કરી આરોપી વનરાજ ઉર્ફે મહેશ ટીનાભાઈ નાયક (ઉં.વ.૨૦) રહે.હાલ માથક ગામની સીમ તા-હળવદ મુળ રહે-વાડોદર ઘંટી તા-મોરવાહડફ જી.પંચમહાલવાળાની અટક આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
