Search
Close this search box.

મયુરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મોરબી DDO જે.એસ.પ્રજાપતિ સાહેબ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. શ્રીવાસ્તવ સાહેબ તથા તાલુકા હેલ્થ કચેરી હળવદ ના સીધા માર્ગદર્શન હેઠળ સંસ્કાર બ્લડ બેન્ક મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુરનગર ના સહયોગ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુરનગર ખાતે આજ રોજ તારીખ ૩૦/૫/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. ઉપરોક્ત બ્લડ ડોનેશન કેમ્પને મયુરનગર ગ્રામ પંચાયત ના સરપંચશ્રી ભાવેશભાઈ ચાવડા તથા તલાટી કમ મંત્રી જગદીશભાઈ તથા અન્ય ગ્રામ્ય આગેવાનો ની હાજરી માં કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો, આ કેમ્પમાં મયુરનગર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ. કુલ બાવન યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો ચિંતન દોશી, મેડીકલ ઓફિસર મયુરનગર ડો.પરેશ પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર લાલજીભાઇ તેમજ પ્રા.આ.કેન્દ્ર મયુરનગર નો સ્ટાફ અને તેની હેઠળ આવેલ તમામ પેટા આરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય સ્ટાફ દ્વારા જેહમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવામાં આવ્યું હતું.

Leave a Comment

और पढ़ें