આ બાબતની સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામે સીમ વિસ્તારમાં આવેલ વોકડામાં આદિત્ય મુન્નાભાઈ ભરવાડ ઉંમર વર્ષ ૧૩ અને પ્રિન્સુ મુકેશભાઈ ભરવાડ ઉંમર વર્ષ ૧૨ ના ખાડામાં ડૂબી જવાથી મોત થયા હતા ત્યારે એક અન્ય બાળક નાહવા નો પડતા તેનો બચાવ થયો હતો ઘટનાને પગલે ગ્રામજનો ત્યાં દોડી ગયા હતા અને બંને બાળકોની લાશને ચરાડવા સી.એચ.સી હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવી હતી વધુ તપાસ હળવદ પોલીસ કરી રહી છે.
