Search
Close this search box.

હળવદની ૩૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર બેલેટ પેપરથી મતદાન કરશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજ્યમાં ઘણા સમય થી ખાલી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે અંતે મુરત નીકળ્યું છે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની કુલ ૮,૩૨૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા અંગે એની જાહેરાત કરી છે જેમાં ૪૬૮૮ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૩૬૩૮ ગામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી તારીખ ૨૨ જુન યોજાશે અને ૨૫જૂને મતગણતરી કરવામાં આવશે.નોંધનીય છે કે હળવદ તાલુકાની ૧૧ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૨૮ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. સાથે જ આ ચૂંટણી બેલેટ પેપર દ્વારા યોજાવાની હોય લાંબા સમય બાદ પંચાયત ની ચૂંટણીમાં લોકોને બેલેટ પેપરથી મતદાન કરવા મળશે.લાંબા સમયથી વહીવટદાર થકી પંચાયતનો વહીવટ ચાલતો હતો જોકેઆજે ચૂંટણી જાહેર થતાં હળવદ તાલુકાના ધુળકોટ, જુનાઈસનપુર, ઈશ્વરનગર,મંગળપુર, નવાઈસનપુર, રણછોડગઢ, શિવપુર, રાયસંગપુર, નવારાયસંગપુર (ગાંધીપુર), જુના વેગડવાવ નવા વેગડવાવ (શ્રીજીનગર) સહિત ૧૧ ગ્રામ પંચાયતો ની સામાન્ય ચૂંટણી યોજાશે.

રાણેકપર ગ્રામ પંચાયતમાં સરપંચની અને વોર્ડ નંબર ૮ની પેટા ચૂંટણી યોજાશે

જ્યારે સિરોઈ, સરંભડા, સાપકડા, સુરવદર, સુંદરગઢ, જુના દેવળીયા, માનગઢ, મીયાણી, જુના માલણીયા, કેદારીયા, કીડી, કોઈબા, ખેતરડી, ઘનશ્યામપુર, ડુંગરપુર, ધવાણા, નવા દેવળીયા, નવા ઘાટીલા,ટીકર દિઘડીયા, દેવીપુર, ધનાળા, બુટવડા, ભલગામડા, મયાપુર, રાતાભેર, રાયધ્રા સહિતના ગામો ના વિવિધ ખાલી પડેલ વોર્ડની પેટા ચૂંટણી થશે.

Leave a Comment

और पढ़ें