
જીન વિસ્તાર હળવદમાં દેવીપૂજક સમાજના ઘરો ઉપર બુલ્ડોઝર કાર્યવાહીનો મામલો દિલ્હી નેશનલ માનવઅધિકાર કમિશનમાં પહોંચ્યો. ઉલ્લેખનીય છે કે હળવદ ખાતે આવેલા જીન વિસ્તારમાં સીટી સર્વે સુપ્રીટેન્ડેડ અને લાગતા વળગતા અધિકારીયોની ટીમ દ્વારા તારીખ ૯/૪/૨૦૨૫ ના રોજ દેવી પૂજક સમાજના ગરીબ પરિવારોના રહેઠાણના આશરા ગેરકાયદેસર જાહેર કરીને બુલ્ડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ લોક અધિકાર મંચના માધ્યમથી સામાજિક કાર્યકર આમીનભાઈ ભટ્ટી દ્વારા આ બુલ્ડોઝર કાર્યવાહીને અવમાનનીય અને માનવતાનો નરસંહાર ગણાવ્યો હતો, સાથે સ્થાનિક તંત્રને પણ અનેકવાર રજૂઆતો કરી હતી. અને નામદાર કોર્ટમાં દાવા દાખલ હતા. અને નામદાર કોર્ટની નોટિસ મળતાજ ગરીબ લોકોને સાંભળ્યા વગર પોલીસના કાફલા સાથે રાખી તંત્ર દ્વારા ગરીબ દેવીપૂજક સમાજના ઘરો ઉપર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ. જયારે બુલ્ડોઝર કાર્યવાહી થઈ એ સમયે સરકાર શ્રી દ્વારા હિટવેવ કાળઝાળ ગરમીની આગાહી હતી, અને ૪૪ ડિગ્રી તાપમાનમાં તેમજ બાળકોની વાર્ષિક સત્રની ફાઇનલ પરીક્ષાઓ પણ ચાલુ હતી, છતા પણ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા રહેમ દયા રાખ્યા વગર ગરીબ લોકોના ઘરો ઉપર બુલ્ડોઝર ફેરવી દેવીપૂજક સમાજના લોકોને ઘર વિહોણા કરી અને મહિલાઓ અને નાના બાળકો પાસેથી છતનો આસરો છીનવી ખુલા પટમાં અંધારા અસહ્ય ગરમીમાં રહેવા મજબુર કરવામાં આવ્યા હતા, આમ આ ગેરબંધારણીય કાર્યવાહી ગરીબ લોકોનું રહેવાનો અધિકાર આજીવિકાનો અધિકાર બાળકોના પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી લેતા, ગરીબ માનવ જાતિને લોકોને ઘર વિહોણા કરી ખુલ્લામાં રહેવા મજબુર કરવા, નાના બાળકો અને મહિલાઓ સાથે માનવતા વિરુદ્ધ કાર્યવાહી કર્યાની રજૂઆતને નેશનલ માનવ અધિકાર કમિશન દિલ્હી દ્વારા મામલાની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને કેશ દાખલ કરવામાં આવ્યો છે, જેનો કેશ નંબર ૪૦૯/૬/૩૭/૨૦૨૫ છે. નેશનલ માનવ અધિકાર કમિશન શુ ગરીબ દેવીપૂજક પરિવારોને ન્યાય આપશે કે કેમ ? શું સરકારી તંત્રની મનમાની સાબિત થશે કે કેમ ? તે જોવું રહયુ.!
