
ઘટનાની જાણ થતા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ત્થા નગરપાલિકા અધિકારી pgvcl અધિકારી અને ધાંગધ્રા સીટી પોલીસ ઘટના સ્થળે દોડી આવી
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે નવયુગ રોડ પર આવેલ અજીત ઇલેક્ટ્રોનિક દુકાનના પહેલા માળે આગ લાગવાની ઘટના સામે આવી હતી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અજીત ઇલેક્ટ્રીક દુકાનના પહેલા માળે બહાર જાહેરાત માટે લગાવેલા સિમ્બોલ વાળા બેનરમાં અગમ્યો કારણસર શોર્ટ સર્કિટ થતા આગ ભભુકી ઉઠી હતી ધટના બનતા આજુ બાજુ ના રહીશો હેબતાઈ ગયા આગ થોડીક ક્ષણો માં આંગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી ત્યારે નગરપાલિકા ફાયર ટીમને જાણ કર્યા હતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરી રહી છે .
