Search
Close this search box.

સાત દીકરી બાદ આવેલ દીકરાનો જન્મતા વેત જ મૃત્યુ થતાં તેના આઘાતમાં પિતાનું પણ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મોટી દીકરીએ પિતાને કાન આપી દીકરાનો ધર્મ નિભાવ્યો, અંતિમ સંસ્કાર કર્યા

હળવદ તાલુકાના શક્તિ નગર ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશભાઈ ભટ્ટ નામના ચાલીસ વર્ષીય યુવાનને સંતાનના સાત દીકરીઓ હતી થોડાદિવસ પહેલા જ પુત્ર નો જન્મ થયો હતો પરિવાર પુત્રના જન્મ ની ખુશી ઊજવે તે પહેલા અધૂરા માસમાં પુત્રનો જન્મ થયો હોવાથી પુત્રનું મોત થતા પરિવાર શોકમાં હતો ઘટના બાદ ભાવેશભાઈ ફરી રાબેતા મુજબ જિંદગી જીવવા પ્રયાસ કર્યો હતો પણ પુત્રના મોતનું દુઃખ તેના થી સહન ન થયું અને આઘાતમાં સરી પડ્યા હોય અને ગઈ કાલે સાંજે મજૂરીથી ઘરે પરત ફરતી વખતે રસ્તામાં હાર્ટ એટેક આવ્યો હતો અને ભાવેશભાઈ નું પણ અવસાન થતા ભટ્ટ પરિવાર પર જાણે દુઃખનો ડુંગર તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ બની હતી. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સાત દીકરીઓએ પિતાની છાયા ગુમાવતા નોધારી બની ગઈ હતી. દીકરીઓએ પણ માટે થોડા દિવસના ગાળામાં એક નો એક ભાઈ અને પિતા ગુમાવતા જાણે તેમનું સર્વસ્વ છીનવાઈ ગયું હોય તેવી સ્થિતિ બની હતી.આવી વિકટ સ્થિતિમાં દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપી પુત્રની ફરજ પૂરી કરવા પ્રયાસ કર્યો હતો.

Leave a Comment

और पढ़ें