Search
Close this search box.

સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘની મદદથી ધ્રાંગધ્રા પાલિકાના ૨ કર્મચારીઓ ને કાયમી કરવાનો હુકમ.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કામદારો ના હક્ક માટે અવાજ ઉઠાવતી સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘ ધ્રાંગધ્રા નગરપાલિકા ના ૨ કર્મચારીઓ ની વ્હારે આવી છે. મજુર મહાજન સંઘ ની મદદથી કાનૂની સહાય વડે પાલિકાના કર્મચારીઓ આસિફભાઇ અબ્દુલરઝાકભાઈ મકરાણી અને રફીકભાઇ યાર મહોમ્મભાઈ મકરાણી બંને ને કાયમી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ધ્રાંગધ્રા નગરપાલિકા ના ૨ કર્મચારીઓ કાયમી નહીં થતા હોવાથી તેમની સાથે થઇ રહેલા અન્યાય અને શોષણ સામે તેઓ સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘ ના સહારે પહોંચ્યા હતા અને સંઘની મદદથી રાજકોટ ઔદ્યોગિક ન્યાય પંચ સમક્ષ સમગ્ર મામલે વિવાદ મૂકી ન્યાયની માંગ કરવામાં આવી હતી જેમાં ધ્રાંગધ્રા પાલિકા અને બંને કામદારો ના વકીલો દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી જેમાં પાલીકા બન્ને કામદારો કોઈ પણ પ્રકારની ભરતી વગર બેકડોર પ્રક્રિયાથી નોકરીએ લાગ્યા છે જેથી કાયમી કરવાનો કોઈ વિકલ્પ જ નહીં હોવાનો રાગ આલાપ્યો હતો જયારે મજુર સંઘ ના વકીલ દ્વારા નામદાર હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના અનેક ચુકાદાઓ ધ્યાને મૂકી ઉપરોક્ત કામદારો લાંબા સમયથી પાલીકકમાં કામગીરી કરે છે અને કાયમી કામદારો જેટલી જવાબદારીઓ ઈમાનદારી થી નિભાવે છે તેમ છતાંય માત્ર મજુર શોષણ નીતિ અંતર્ગત પાલિકા પોતાના મનસુબા સેવી રહ્યું છે જેમનાથી ભવિષ્યમાં પણ અનેક કામદારો આ જ રીતે શોષતા પીડાતા રહેશે તેમ જણાવી બંને કામદારો ને કાયમી કરવા એ જ ઉચિત ન્યાય રહેશે તેમ દલીલો કરી હતી. રાજકોટ ન્યાય પંચના વિદ્વાન ન્યાયધીશ એમ એ ટેલર એ બંને પક્ષની દલીલો સાંભળી આસિફભાઇ મકરાણી અને રફીકભાઇ મકરાણી ને કાયમી કરવાનો હુકમ કર્યો છે.

રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા

Leave a Comment

और पढ़ें