Search
Close this search box.

મોરબીમાં હળવદ ઘટકની ૧૨૧ આંગણવાડીઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે બાલક પાલક સર્જન કાર્યક્રમ ઉજવાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મોરબી જિલ્લામાં હળવદ ઘટક હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ૨૦ અને ૨૧ મે ના રોજ બાળકો અને વાલીઓ સાથે સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાલક પાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત મોરબી જિલ્લાના હળવદ ઘટકમાં કુલ ૧૨૧ આંગણવાડી કેન્દ્રોમાં ગત તારીખ ૨૦/૦૫/૨૦૨૫ ના રોજ ૦૩ થી ૦૬ વર્ષના બાળકો અને વાલીઓ તેમજ આજરોજ તારીખ ૨૧/૦૫/૨૦૨૫ ના રોજ આંગણવાડીમાં નવા પ્રવેશપાત્ર ૦૨ થી ૦૩ વર્ષ સુધીના બાળકો અને વાલીઓ સાથે રંગકામ, ચીટકકામ, રંગપુરણી જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાલક પાલક સર્જન કાર્યક્રમની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Comment

और पढ़ें