Search
Close this search box.

મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ તાલુકાઓ અને નગરપાલિકાઓ માટે રૂ. ૭૦૦ લાખના ૨૫૭ વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની રૂ. ૭૦૦ લાખના ૨૫૭ જેટલા વિવિધ વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર કરવા યોજાયેલી આ બેઠકમા તાલુકા આયોજન સમિતિઓ અને નગરપાલિકાઓ આપેલ કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ તકે વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળના વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના કામોની સમીક્ષા કરાઈ હતી. સાંસદશ્રીની જોગવાઈ હેઠળના ૧૪૧ કામો પૈકીના પૂર્ણ થયેલા અને પ્રગતિના કામોની સમીક્ષા કરાઈ હતી. કલેકટરશ્રી કે. બી. ઝવેરીએ પ્રગતિ હેઠળના તથા પૂર્ણ થયેલા વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. નવા અને પ્રગતિના કામો ઝડપથી અને ગુણવત્તાસભર રીતે કરવા અધિકારીઓને સૂચના આપી હતી. આ તકે સાસંદશ્રી કેસરીદેવસિંહ, ધારાસભ્યશ્રી દુર્લભજી દેથરિયા, કલેકટરશ્રી કે. બી. ઝવેરી, અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, આયોજન અધિકારી શ્રી વી.બી. માંડલિયા, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें