Search
Close this search box.

હળવદમાં અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને મહેસાણાથી ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આ બાબતની જાણવા મળતી વિગતો મુજબ મોરબી જીલ્લામાં અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જેથી મોરબી AHTU ટીમના સ્ટાફને ખાનગી રાહે માહીતી મળેલ હતી કે, હળવદ પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી અલ્પેશભાઇ કાનુભાઇ ઉર્ફે કાળુભાઇ આડેસરા રહે. નિમકનગર તા.ધ્રાગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો ફરીયાદી ની સગીર વયની દિકરીને ટીકર ગામે ફરીયાદીના ઘરેથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી અલ્પેશભાઇ આડેસરાને મહેસાણા જીલ્લાના કડી તાલુકાના બાવલુ વિસ્તારમાં આવેલ લક્ષ્મણપુરા ગામની સીમમાં આવેલ કલરવ સેશન્સ એ.શ્રીધર નામના બંગલાની કન્સ્ટ્રકશન સાઇડની પતરાની ઓરડીમાંથી હોવાની માહીતી મળતા બાતમીવાળી જગ્યાએ પહોંચી AHTU ટીમ દ્વારા આરોપી તથા ભોગબનનારને હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.

Leave a Comment

और पढ़ें