Search
Close this search box.

ભારત દેશની નાગરિક સુરક્ષા દળ (Civil Defence) માં સ્વયંસેવકો તરીકે જોડાવવા મોરબીવાસીઓને આહવાહન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આપણો દેશ, ભારત, એક સમૃદ્ધ સંસ્કૃતિ, ઇતિહાસ અને વિવિધતાનું પ્રતિક છે. આજે, આપણે એક એવા સમયમાં ઉભા છીએ જ્યાં આપણા દેશની પ્રગતિ અને વિકાસ માટે દરેક નાગરીકનું યોગદાન અમુલ્ય છે. આપણે સૌએ સામુહિક રીતે આગળ વધીને આપણા દેશની સેવા કરવાનો સમય આવી ગયો છે. નાગરિક સુરક્ષા દળ (Civil Defence) કુદરતી આફતો અને માનવસર્જિત આપત્તિઓ સમયે સમુદાયની રક્ષા કરવામાં અને મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે આ દળમાં જોડાઈને દેશ અને સમાજની સેવા કરી શકો છો.

તમામ ઉત્સાહી અને દેશભક્ત નાગરિકોને (૧૮ વર્ષ અને તેથી ઉપરના ભારતના નાગરીકોને) સ્વયંસેવક તરીકે જોડાવા માટે મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરી દ્વારા આહવાહન કરવામાં આવ્યું છે. તમારી કુશળતા, સમય અને જુસ્સો દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપી શકે છે, ભલે તમે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, સ્વચ્છતા કે અન્ય કોઈ ક્ષેત્રમાં યોગદાન આપવા ઈચ્છતા હો, તમારું દરેક પગલું ભારતને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવશે. આપણે શું કરી શકીએ? ગામડાઓ અને શહેરોમાં જાગૃતિ ફેલાવીએ, બચાવ અને રાહત કામગીરી, પ્રાથમિક સારવાર અને તબીબી સહાય, આગ ઓલવવામાં મદદ, સંચાર અને પરિવહન વ્યવસ્થા જાળવવી, આશ્રયસ્થાનોનું સંચાલન, સમુદાયને આપત્તિઓ માટે તૈયાર કરવો, બચાવ પ્રવૃતિ સબંધિત કામગરી કરી શકાય છે.

હવે પ્રશ્ન એ કે કેવી રીતે જોડાવું? જો તમે આ દેશસેવાના પવિત્ર કાર્યમાં ભાગ લેવા ઈચ્છો તો નિયત ફોર્મમાં તમારું નામ, સંપર્ક વિગતો અને તમે કયા ક્ષેત્રમાં યોગદાન આપવા માગો છો તેની માહિતી સાથે ફોર્મ જમા કરાવવા મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરી, રૂમ ન.૩, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે કચેરી સમય દરમિયાન સ્વયં સેવકોનું રજીસ્ટ્રેશન ચાલુ છે. રજીસ્ટ્રેશન માટે (૧) આધારકાર્ડ, (૨) રેશન કાર્ડ, (૩) ઘરવેરા / લાઈટ બીલ, (૪) ચૂંટણી કાર્ડ, (૫) ડ્રાઇવિંગ લાઇસન્સ, (૬) શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ પૈકી કોઈપણ એક પૂરાવાની નકલ જોડવી / સાથે લાવવી જરૂરી છે.

આવો, આપણે સૌ મળીને એક એવા ભારતનું નિર્માણ કરીએ જે સમૃદ્ધ, સશક્ત અને એકતાનું પ્રતિક બને. તમારું એક નાનું પગલું દેશના ભવિષ્યને બદલી શકે છે. તમારી કુશળતા અને રુચિ અનુસાર, તમે વિવિધ પ્રકારની તાલીમ અને જવાબદારીઓ નિભાવી શકો છો. નાગરિક સુરક્ષા દળમાં જોડાઈને, તમે માત્ર અન્યની જ મદદ નથી કરતા, પરંતુ તમે તમારામાં પણ મહત્વપૂર્ણ કૌશલ્યો વિકસાવો છો અને એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવો છો. ત્યારે નાગરિક સુરક્ષા દળમાં જોડાઈને દેશની સેવામાં યોગદાન આપવાનો સંકલ્પ કરવા તમામ મોરબી તાલુકાવાસીઓને મોરબી ગ્રામ્ય મામલતદારશ્રી એમ.ટી. ધનવાણી દ્વારા અપીલ કરવામાં આવે છે.

Leave a Comment

और पढ़ें