
શ્રી શક્તિ ધામ માથકમાં સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રી શક્તિ માતાજીના મંદિર નિર્માણને દશ વર્ષ પૂર્ણ થતા દશાબ્દિ મહોત્સવ અંતર્ગત શ્રી સતચંડી મહાયજ્ઞ અને ગણેશજીની મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન તારીખ ૧૪ થી ૧૭ સુધી ખૂબ ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવા આવી આ મહોત્સવમાં શ્રી શક્તિ માતાજીની ઉપાસના આરાધના સાથે ભાવપૂર્વક ઉત્સાહ ભેર તમામ ભાયું સાથે મળીને ઉજવણી કરવામાં આવી આ મહાયજ્ઞના આચાર્યશ્રી કુલ ગોર શાસ્ત્રી શ્રી રાવલ ભૂપતરાય ભવાનીશંકર અને તેમના સાથી ભૂદેવોદ્વારા મહાયજ્ઞનું કાર્ય સપન્ન કરવામાં આવ્યો સાથોસાથ સમસ્ત ઝાલા પરિવાર માથક દ્વારા તમામ ભાયું પરિવારના બહેનબા દીકરીબા અને ફેબાસાહેબનું ઉષ્માભેર સ્વાગત સન્માન અને સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું.
