
હળવદના સુરવદર ગામે રહેતા આધેડનો ભત્રીજો શક્તિનગર ગામે રહેતી પરણીતાને ભગાડી ગયેલ છે જેથી તે બાબતનો ખાર રાખીને પરણીતાના પતિ અને તે મહિલાના ભાઈઓ દ્વારા સુરવદર ગામે રહેતા આધેડ તેના દીકરા તેમજ દીકરી ઉપર હથિયારો સાથે હુમલો કર્યો હતો અને ત્યારે આધેડને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીકિ દેવામાં આવેલ હતી જેથી તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ ઘાટના સ્થળે પહોંચી હતી અને મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા ચંદુભાઈ રાઘવજીભાઈ કોળી નામના વૃદ્ધને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા મારીને તેની હત્યા કરવામાં આવેલ છે અને તેના દીકરા જયેન્દ્ર ચંદુલાલ કોળી અને ચંદુભાઈની દીકરીને હુમલાખોરો દ્વારા મુંઢમાર મૂડ મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને મૃતક વ્યક્તિના મૃતદેહને જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને હત્યાના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હત્યાના આ બનાવ વિષે હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાયધ્રા ગામની કાજલ નામની દીકરીના લગ્ન શક્તિનગર ગામે થયેલ હતા અને તે કાજલ નામની પરિણીતાને મૃતક ચંદુભાઈ કોળીનો ભત્રીજો મનોજ કરસનભાઈ ધામેચા ભગાડી ગયેલ છે જે બાબતનો ખાર રાખીને કાજલના ભાઈઓ તથા તેના પતિ દ્વારા રવિવારે સવારે પાંચેક વાગ્યાના અરસામાં છરી સહિતના હથિયાર સાથે હુમલો કર્યો હતો અને ત્યારે ચંદુભાઈ કોળીને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા માર્યો હતો જેથી તેનું મોત નીપજ્યું છે જો કે, હત્યાના આ બનાવ બાદ બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે અને મૃતક વ્યક્તિના પરિવારજનની ફરિયાદ લેવા માટે થઈને તજવીજ શરૂ કરી છે સાથોસાથ હુમલો કરીને આધેડની હત્યા કરનારા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
